હિંમતનગર, તા. 3 ઓગસ્ટ, 2026
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 0.36 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ 0.67 ઇંચ વરસાદ ઇડર તાલુકામાં નોંધાયો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સોમવારે સવારે જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલ મુજબ ચાલુ ચોમાસા દરમિયાન જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 13.70 ઇંચ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 30 વર્ષના 34.65 ઇંચના સરેરાશ વરસાદની સરખામણીએ 39.53 ટકા જેટલો થાય છે.
છેલ્લા 24 કલાક દરમિયાન તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો ઇડરમાં સૌથી વધુ 0.67 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ પ્રાંતિજમાં 0.59 ઇંચ, વડાલીમાં 0.51 ઇંચ, તલોદ અને વિજયનગરમાં 0.43 ઇંચ, ખેડબ્રહ્મામાં 0.16 ઇંચ તથા હિંમતનગરમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પોશિના તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.
ચાલુ ચોમાસામાં અત્યાર સુધીના કુલ વરસાદની વાત કરીએ તો તલોદ તાલુકો 23.11 ઇંચ વરસાદ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ પ્રાંતિજમાં 19.13 ઇંચ, હિંમતનગરમાં 17.05 ઇંચ, ઇડરમાં 13.11 ઇંચ, વિજયનગરમાં 11.97 ઇંચ, પોશિનામાં 9.65 ઇંચ, વડાલીમાં 8.58 ઇંચ તથા ખેડબ્રહ્મામાં 7.01 ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ તલોદમાં 69.22 ટકા, પ્રાંતિજમાં 55.86 ટકા, હિંમતનગરમાં 49.37 ટકા, વિજયનગરમાં 35.72 ટકા, ઇડરમાં 33.23 ટકા, પોશિનામાં 28.99 ટકા, વડાલીમાં 24.58 ટકા તથા ખેડબ્રહ્મામાં 20.63 ટકા વરસાદ નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદી-નાળા, ડેમ અને અન્ય જળાશયોની સ્થિતિનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોએ નદી-નાળાઓમાં અવરજવર ટાળવી, જોખમી સ્થળોથી દૂર રહેવું તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.