શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ,પોરમાં સંસ્કૃત સપ્તાહ ની શાનદાર,સાર્થક ઉજવણીમાં શ્લોક ગાન અને વક્તૃત્વ સ્પર્ધા -(ભારતીય સંસ્કૃતિ ની અમૂલ ધરોહર સંસ્કૃત ભાષા )આયોજન કરાયું..
VADODARA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ,પોરમાં સંસ્કૃત સપ્તાહ ની શાનદાર,સાર્થક ઉજવણીમાં શ્લોક ગાન અને વક્તૃત્વ સ્પર્ધા -(ભારતીય સંસ્કૃતિ ની અમૂલ ધરોહર સંસ્કૃત ભાષા )આયોજન કરાયું..
તા: ૨૯/૮/૨૬ ના રોજ શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ,પોરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શ્લોકગાન અને વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી એમ. સી. રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર , સંસ્કૃત વિભાગના પ્રોફેસર ડૉ. રાજેશ આર. કગરાણા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ પ્રજાપતિ દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા પણ વિવિધ સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.સંસ્કૃત અમૂલ્ય ધરોહર વિષય પર શ્લોકગાન તથા વક્તૃત્વ માં લગભગ ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બંને વિભાગમાંથી ૬ વિદ્યાર્થીઓ વિજેતા રહ્યા હતા જેમણે ઉપસ્થિત મહેમાનના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. સમગ્ર સપ્તાહ દરમિયાન ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.
અતિથિ શ્રી
પ્રા.ડૉ.રાજેશ આર.કગરાણાએ છાત્રો સાથે સંવાદ કરી "ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સંસ્કૃત ભાષા આજના સમયમાં પણ પ્રસ્તુત છે એ સંદેશ રસપ્રદ શૈલી માં આપ્યો હતો અને આ ભાષા આવનાર સમયમાં સાહેબે ખૂબ ઉપયોગી સાબિત થશે અને આપણે બધા સૌ સાથે મળીને એનું સંવર્ધન કરીશું. સાથે સાથે ગીતા જ્ઞાન ની પણ વાત કરી કાર્યક્રમ ખૂબ રસપ્રદ બનાવી દીધો હતો.
અંતે રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું….