*સમગ્ર ડાંગ જિલ્લામાં રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી*રિપોર્ટર: ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
DANG | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
*સમગ્ર ડાંગ જિલ્લામાં રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી*રિપોર્ટર: ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
*સમગ્ર ડાંગ જિલ્લામાં રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી*
રિપોર્ટર: ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
સમગ્ર ડાંગ જિલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી તેમના સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ભાઈઓએ પણ પોતાની બહેનોની હંમેશા રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો. અનેક પરિવારોમાં પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી અને ભાઈઓએ બહેનોને ભેટ આપી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
ડાંગના ગામડાઓથી લઈને આહવા સહિતના વિસ્તારોમાં રક્ષાબંધન પર્વને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર વાતાવરણ ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને પારિવારિક સ્નેહથી ભાવુક બની ગયું હતું.
રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો પર્વ નહીં, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની પડખે ઊભા રહેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતો પવિત્ર તહેવાર બની રહ્યો છે.
અખંડ ભારત