સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલા વર્ષો થી પક્ષીઓ માટે રોજિંદી ચણ સેવાની અનોખી પહેલ
ARVALLI | By Akhand Bharat Team | Published:
ટેક
સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલા વર્ષો થી પક્ષીઓ માટે રોજિંદી ચણ સેવાની અનોખી પહેલ
સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલા વર્ષો થી પક્ષીઓ માટે રોજિંદી ચણ સેવાની અનોખી પહેલ
અરવલ્લી: મોડાસા સ્થિત સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી સતત રોજે રોજ પક્ષીઓ માટે ચણની સેવા કરવામાં આવી રહી છે. જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટના
ફાઉન્ડર શ્રી વંદનભાઈ રાવલ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ, મયંકભાઇ સોની, શુભમ શાહ, વિશાલભાઈ જોશી, નિહારભાઈ કોઠારી, અન્ય ટ્રસ્ટ ના કારોબારી સભ્યો સેવાભાવી કાર્યકરો નિયમિત રીતે વિવિધ સ્થળોએ પક્ષીઓ માટે ચણ નાખી રહ્યા છે.આ ઉપરાંત, દર વર્ષે ઉનાળાની આકરી ગરમી દરમિયાન પક્ષીઓને રાહત મળે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડા તથા પક્ષીઓના માળાનું વિતરણ પણ કરવામાં આવે છે. ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિઓથી જીવદયાનો સુંદર સંદેશ સમાજમાં પ્રસરી રહ્યો છે અને વધુને વધુ લોકો આવા સેવાકાર્ય સાથે જોડાઈ રહ્યા છે.
રિપોટર મયંક સોની
9898245145