સફદરજંગ હોસ્પિટલમાં ઐતિહાસિક સિદ્ધિ! ગરીબ વૃદ્ધનું રોબોટિક ટેકનોલોજીથી સફળ ની-રિપ્લેસમેન્ટ
આધુનિક મેડિકલ સાયન્સનો કમાલ
દિલ્હી સ્થિત VMMC અને સફદરજંગ હોસ્પિટલના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્થોપેડિક્સે સ્વાસ્થ્ય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમે એક 75 વર્ષીય આર્થિક રીતે વંચિત દર્દી પર અત્યાધુનિક રોબોટ-આસિસ્ટેડ ટોટલ ની રિપ્લેસમેન્ટ (TKR) સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
આયુષ્માન ભારતથી મફત ઇલાજ
મોંઘીદાટ ગણાતી આ અદ્યતન રોબોટિક સર્જરી આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીને એક પણ રૂપિયાના ખર્ચ વગર તદ્દન મફત કરી આપવામાં આવી છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે હવે દેશનો ગરીબમાં ગરીબ વર્ગ પણ વિશ્વસ્તરીય સારવાર મેળવી શકે છે.
તબીબી ક્ષેત્રે ક્રાંતિકારી પગલું
રોબોટિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવતી સર્જરીમાં સચોટતા વધુ હોય છે અને દર્દી પણ ખૂબ ઝડપથી સાજો થઈ જાય છે. સરકારી હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને પણ હાઈટેક ઓર્થોપેડિક સારવાર સહેલાઈથી મળી રહેશે.