સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના નેતા પાયલબેન સાકરીયા તેમજ સમગ્ર ટીમ સાથે માનનીય ગૃહ મંત્રીશ્રીના હોમ ટાઉન એવા સુરત શહેરમાં પોલીસ સ્ટેશનની નજીક અને શાળાની બાજુમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ કરી માનનીય ગૃહમંત્રી શ્રી ને આવા ગેરકાયદેસર દારૂના અડ્ડા કાયમી ધોરણે બંધ કરવા તેમજ વિસ્તારના જવાબદાર અધિકારીઓને ફરજ મુક્ત કરવા નો અનુરોધ કર્યો હતો તેમ જ સાત દિવસમાં જરૂરી કાર્યવાહી ન થાય તો મહિલા મોરચા દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી