નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને તાજી શાકભાજીના નિકાસ અંગે એક દિવસીય તાલીમ યોજવામાં આવી જેમાં લીલી શાકભાજીના ઉત્પાદનમાં ગુજરાતમાં મોખરે ગણાતો એવો દક્ષિણ ગુજરાત વિસ્તાર ગણવામાં આવે છે પરંતુ ખેડૂતોને શાકભાજીનું મૂલ્ય વર્ધન કરીને તેનું વેચાણ વ્યવસ્થાપન કરવામાં ઓછી આવડતને કારણે યોગ્ય માર્કેટ નથી મળતુ તેને ધ્યાનમાં રાખીને નવસારી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એક્સપર્ટરો અને વિસ્તરણના કાર્યકરોએ સાથે મળીને ખેડૂતોને વિસ્તારથી માહિતગાર કર્યા હતા.જેમા બહોળી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ હાજરી આપી હતી.