તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના મુધાસણા ગામમાં જુગાર રમતા ઈસમોને કુલ કિ. રૂ.૨૫,૫૭૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
અપરાધ
તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના મુધાસણા ગામમાં જુગાર રમતા ઈસમોને કુલ કિ. રૂ.૨૫,૫૭૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.
પો.ઈન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને રાહબરી હેઠળ દારુ જુગારની અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી કેસો શોધી કાઢવા સારુ એલ.સી.બી. સ્ટાફના અને ટીમના માણસો તા.૨૫/૦૮/૨૦૨૬ નારોજ ખાનગી વાહનમાં તલોદ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા, આ દરમ્યાન અ.હે.કો. અ.હે.કો.રાજુભાઈ તથા અ.પો.કો. બ્રિકેશસિંહ પ્રવિણસિંહ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે "મુધાસણા ગામની સીમમાં કેટલાક ઇસમો ગંજી પાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડે છે." તેવી ચોક્કસ બાતમી હકિકત આધારે ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યા નજીક જઈ જોતા બે ત્રણ ખેતર દુર કેટલાક ઇસમો ગોળ ટોળુ વળી બેસીને પત્તા પાનાથી જુગાર રમતાં જોવા મળતાં તેઓને પકડવા જતા તમામ ઈસમો ભાગી ગયેલ જેઓને પીછો કરી પકડવા જતા બે ઈસમો પકડાઇ ગયેલ હતા અને બાકીના ઈસમો નાસી ગયેલ હોય પકડાયેલ બન્ને ઈસમોને તે જે જગ્યાએ લાવી જોતા દાવ ઉપર ગંજી પાના તેમજ ચલણી નોટો પડેલ હતી જે ચલણી નોટ ગણી જોતા રૂ.૫૦૦/-ના દરની ચલણી નોટો નંગ. ૧૪ તથા રૂ.૧૦૦/-ના દરની ચલણી નોટો નંગ.૪ મળી કુલ રૂ.૭,૪૦૦/- તથા છુટા છવાયા ગંજી પાના પડેલ નંગ-૫૨ કિ.રૂ.૦૦/-ના મળી આવેલ તથા પકડાયેલ આરોપીઓ (૧) સવધાન સિંહ ભવાનસિંહ રાઠોડ ઉ.વ. ૬૨ રહે, મુધાસણા તા..તલોદ જિ.સાબરકાંઠા (૨) ચેહરસિંહ રૂમાલસિંહ રાઠોડ ઉ.વ.૫૦ મુધાસણા તા.તલોદ જિ.સાબરકાંઠા આ બન્ને ઈસમોની અંગ ઝડતી કરતા તેઓ પાસેથી કુલ મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૩૧૭૦/- સાથે મળી કુલ કી.રૂ.૨૫,૫૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ, આ ઈસમો વિરૂધ્ધ તલોદ પોલીસ.સ્ટે. બી પાર્ટ નં. ૧૧૨૦૯૦૪૯૨૬૦૬૬૧/૨૦૨૬ ધી ગુજરાત જુગાર ધારા ક.૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે..