ત્રણ દિવસ સિહોર બનશે શિવમય‘છોટે કાશી’ભાવનગર જિલ્લાના સિહોરમાં પ્રથમ વખત ભવ્ય શિવ મહોત્સવનું આયોજન
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ત્રણ દિવસ સિહોર બનશે શિવમય‘છોટે કાશી’ભાવનગર જિલ્લાના સિહોરમાં પ્રથમ વખત ભવ્ય શિવ મહોત્સવનું આયોજન
સિહોર: ‘છોટે કાશી’ અને ‘સિહોરપુર’ તરીકે ઓળખાતા સિહોર શહેરમાં પ્રથમ વખત ભવ્ય શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, સિહોર નગરપાલિકા તથા ધર્મજાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં ભવ્ય નવલાખ પગયાત્રા સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
શિવ મહોત્સવની ચાલી રહેલી તૈયારીઓનું ગુજરાત પ્રદેશ ભાજપના નેતા તથા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે સાહેબ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ, ચેરમેન સહિતના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી કાર્યક્રમની રૂપરેખા, તૈયારીઓ, વ્યવસ્થાઓ તથા વિવિધ જવાબદારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મહોત્સવ અંતર્ગત યોજાનારી ભવ્ય નવલાખ પગયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, મહાનુભાવો તથા હજારો શ્રદ્ધાળુઓ જોડાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સિહોર પધારી નવલાખના દર્શન કરશે, જેને લઈને સ્થાનિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રાચીન ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતા સિહોરમાં યોજાનાર શિવ મહોત્સવનો મુખ્ય હેતુ શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને સમગ્ર ગુજરાતમાં ઉજાગર કરવાની સાથે ધાર્મિક એકતા, સંસ્કૃતિ અને હિન્દુત્વનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે. આવનારા દિવસોમાં ‘છોટે કાશી’ સિહોર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાઈ શિવમય બનશે.