વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ગામડી કારેલી પ્રાથમિક શાળામાં તીથી ભોજન અપાયુ
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ગામડી કારેલી પ્રાથમિક શાળામાં તીથી ભોજન અપાયુ
???? તિથિભોજન – સેવાભાવ, સ્નેહ અને સંસ્કારની સુંદર પહેલ ????
ગામડી પ્રા. શાળાના ભૂતપૂર્વ સમર્પિત શિક્ષક શ્રી વિક્રમભાઈ રાજપૂત તથા ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી યશસ્વિનીબેન પરમાર દ્વારા શાળાના બાળકો માટે પ્રેમ, લાગણી અને સેવાભાવથી સુંદર તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોને વિવિધ પ્રકારની મીઠાઈ, ફરસાણ તેમજ પૂરી, શાક, દાળ અને ભાતનું સ્વાદિષ્ટ ભોજન પ્રેમપૂર્વક પીરસવામાં આવ્યું. ???????? બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને આનંદ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી રહ્યા હતા.
પોતાના કાર્યકાળ બાદ પણ શાળા અને બાળકો પ્રત્યેનો સ્નેહ તથા લાગણી જાળવી રાખીને ભૂતપૂર્વ શિક્ષક-શિક્ષિકા દ્વારા કરવામાં આવેલ આ સેવાકીય કાર્ય ખરેખર પ્રેરણાદાયી અને પ્રશંસનીય છે. ????
આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ સમર્પિત શિક્ષક શ્રી નરભેરામભાઈ સુથારની પ્રેરક ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં અનેરો વધારો થયો હતો. તેમની ઉપસ્થિતિએ સમગ્ર શાળા પરિવારને આનંદ અને પ્રેરણા આપી હતી. ????
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી ડી.જી. એવરા તેમજ શાળાના શિક્ષકમિત્રો સર્વશ્રી યોગેશભાઈ પરમાર, રતાભાઈ ઠાકોર વગેરેએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી નારણભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની આયોજનબદ્ધ કામગીરી અને ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. ????
???? શાળાના સમગ્ર પરિવાર તરફથી બંને દાતાશ્રીઓ શ્રી વિક્રમભાઈ રાજપૂત તથા શ્રીમતી યશસ્વિનીબેન પરમારનો હૃદયપૂર્વક આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. ????
ઈશ્વર આપ બંનેને સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે તથા આપના સેવાભાવી કાર્યોને સતત પ્રેરણા અને શક્તિ મળતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ. ????????
“સેવા એ જ સાચી સાધના અને બાળકોના સ્મિતથી મોટું કોઈ પુરસ્કાર નથી.” ❤️