વાવ-થરાદ જિલ્લાના થરાદના મહિલા સદસ્યનું જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરી તેમનું સન્માન કરાયું
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
વાવ-થરાદ જિલ્લાના થરાદના મહિલા સદસ્યનું જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરી તેમનું સન્માન કરાયું
થરાદ
: સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ, દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના વિશેષ આશીર્વાદ તથા પૂજ્ય મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ અને ઉષાબેન કપૂરના પ્રમુખપદે ‘સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિ’ની વાર્ષિક અહેવાલ બેઠકનું આયોજન તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના પેથાપુર ખાતે કરવામાં આવ્યું હતું.
વાર્ષિક બેઠક દરમિયાન સંસ્થાના નિયુક્ત હોદ્દેદારો દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિવિધ સેવાકીય તથા સંગઠનાત્મક કાર્યોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાવ-થરાદ જિલ્લાના થરાદના ઉત્સાહી મહિલા સદસ્ય મંજુબેન દરજીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
પૂજ્ય મુક્તાનંદજી બાપુના વરદ્ હસ્તે મંજુબેન દરજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મંજુબેન દ્વારા વાવ-થરાદ વિસ્તારમાં કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો તથા મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.