વડોદરા મહાનગરપાલિકા ખાતે SEIAA ગુજરાત દ્વારા પર્યાવરણીય મંજૂરી અંગે બેઠક યોજાઈ
VADODARA | By Akhand Bharat Team | Published:
હવામાન
વડોદરા મહાનગરપાલિકા ખાતે SEIAA ગુજરાત દ્વારા પર્યાવરણીય મંજૂરી અંગે બેઠક યોજાઈ
વડોદરા મહાનગરપાલિકા ખાતે ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ SEIAA ગુજરાત દ્વારા Environmental Clearance (પર્યાવરણીય મંજૂરી) પ્રક્રિયા સંદર્ભે એક મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન યોજાયું હતું. ગાંધીનગરથી H. K. Dasની ટીમે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ઓનલાઇન અરજી, OTP વેરિફિકેશન અને સમયસર કાર્યવાહી કરવા અંગે માહિતી અપાઈ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરી સ્પષ્ટ કરાયું કે પૂર્વ પર્યાવરણીય મંજૂરી વિના પ્રોજેક્ટ કે બાંધકામ શરૂ કરવું કાયદાકીય ઉલ્લંઘન ગણાશે અને તેની સામે આકરા કાયદાકીય પગલાં લેવામાં આવશે. અધિકારીઓને વિભાગીય સંકલન જાળવી નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરાઈ હતી.