વડોદરાના દિવાળીપુરા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં લારીધારકો અને શેરી વિક્રેતાઓએ એકત્ર થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચલાવવામાં આવી રહેલી દબાણ હટાવો ઝુંબેશ અને માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી સામે લારીધારકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિક્રેતાઓએ રજૂઆત કરી હતી કે પાલિકા દ્વારા તેમને દબાણકર્તા ગણાવીને ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે, જેનાથી તેમની રોજીરોટી છીનવાઈ રહી છે. તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા 'સ્ટ્રીટ વેન્ડર્સ અધિનિયમ, 2014' નો તાત્કાલિક અને યોગ્ય રીતે અમલ કરવામાં આવે તથા વિક્રેતાઓને કાયદેસરનું રક્ષણ આપવામાં આવે.