સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એલ જે શાહ ગર્લ્સ હાઇસ્કુલ બોટાદ ખાતે વિધાર્થીની બહેનો દ્વારા સરસ મજાની કલાત્મક રાખડીઓ બનાવવામાં આવી હતી..વિધાર્થીઓ માં રહેલી સર્જન શક્તિ ખીલવવા તેમજ પર્વ સંબંધિત ભાવનાઓ ઉજાગર કરવાના આશયથી શાળાના આચાર્યા શ્રી સુકન્યાબહેન રામાનુજ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ તથા વિધાર્થીની બહેનો એ ખૂબ જ સરસ રાખડીઓ બનાવી પોતાની સર્જન શક્તિનું પ્રદર્શન કરેલ જેમાં વિધાર્થીની બહેનોને ઇનામદ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.