વિંછીયાના છ ગામોના ખેડૂતોને મોટી રાહત મળશેઈકો-સેન્સિટિવ ઝોનની 7/12માં થયેલી નોંધ દૂર કરવા કાર્યવાહી થશે, ખેતીની જમીનમાં બાંધકામ-કૂવા સહિતની મંજૂરી સરળ બનશે | Akhand Bharat Dainik
વિંછીયાના છ ગામોના ખેડૂતોને મોટી રાહત મળશેઈકો-સેન્સિટિવ ઝોનની 7/12માં થયેલી નોંધ દૂર કરવા કાર્યવાહી થશે, ખેતીની જમીનમાં બાંધકામ-કૂવા સહિતની મંજૂરી સરળ બનશે
RAJKOT | By Akhand Bharat Team | Published:
કૃષિ
વિંછીયાના છ ગામોના ખેડૂતોને મોટી રાહત મળશેઈકો-સેન્સિટિવ ઝોનની 7/12માં થયેલી નોંધ દૂર કરવા કાર્યવાહી થશે, ખેતીની જમીનમાં બાંધકામ-કૂવા સહિતની મંજૂરી સરળ બનશે
વિંછીયા તાલુકાના હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા (જસ) તથા ભોયરા ગામોના ખેડૂતોને ઈકો-સેન્સિટિવ ઝોન (ESZ)ના પ્રશ્ને મોટી રાહત મળવાના સંકેતો મળ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે યોજાયેલી બેઠકમાં ખેડૂતો દ્વારા ઈકો-સેન્સિટિવ ઝોનના કારણે ખેતીની જમીનમાં બિનખેતી (NA), બાંધકામ, કૂવા, ફેન્સિંગ સહિતની કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.
ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ ખાનગી ખેતીની જમીનના 7/12ના ઉતારામાંથી ઈકો-સેન્સિટિવ ઝોનની નોંધ દૂર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવા ખાતરી આપવામાં આવી હતી. તેમજ ખેતી માટે ટ્રેક્ટર, કૂવા માટે JCB સહિતની કામગીરીમાં જરૂરી મંજૂરીઓ સરળતાથી મળી રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવશે. ઈકો-સેન્સિટિવ ઝોનમાં ખાણકામ, મોટા ઉદ્યોગો અને મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાન્ટ સહિતની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ યથાવત રહેશે, પરંતુ ખેડૂતોની રોજિંદી ખેતીલક્ષી પ્રવૃત્તિઓમાં બિનજરૂરી અડચણ ન આવે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. બેઠકમાં મંત્રી સહિત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.