વિરમગામમાં ભોજવા ગામ પાસે મારામારી મામલે પોલીસ ફરિયાદ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
અપરાધ
વિરમગામમાં ભોજવા ગામ પાસે મારામારી મામલે પોલીસ ફરિયાદ
આસીકઅલી ગીલાણી વિરમગામ.વિરમગામ-માંડલ રોડ પર આવેલા ભોજવા ગામ પાસે બ્રિજ નીચે બાપા સીતારામ મઢુલી પાસે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ ઈન્દ્રસીહ જાલાને પકડી રાખી માથાના ભાગે લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સમગ્ર મામલે વિરમગામના રહેવાસી પ્રિયંકાબા ઈન્દ્રસીહ જાલાએ વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે વિરમગામ ટાઉન પોલીસે હુમલાખોર દીપકકુમાર, બિપિનભાઈ, સ્વાયન, આદિત્યકુમાર, રાજેશકુમાર, શર્મા, પ્રતીક, રામેશ્વરભાઈ સહિતના વિરમગામના રહેવાસીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અખંડ ભારત