વિરમગામમાં સતત વરસાદ અને ઉપરવાસના પાણીની આવકથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હવામાન
વિરમગામમાં સતત વરસાદ અને ઉપરવાસના પાણીની આવકથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત
આસીકઅલી ગીલાણી વિરમગામ.વિરમગામ શહેર અને તાલુકામાં છેલ્લા બે દિવસ દરમિયાન અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. સાથે જ ઉપરવાસમાંથી પાણીની અતિશય આવક થતાં વિરમગામના અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ હાઈવેના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારો, રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરો અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે.સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.જો વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અખંડ ભારત