*વિસાવદર તાલુકાના મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી**......*જૂનાગઢ, તા. ૨૯, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવની ભાવના કેળવવાના હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની
JUNAGADH | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
*વિસાવદર તાલુકાના મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી**......*જૂનાગઢ, તા. ૨૯, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવની ભાવના કેળવવાના હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની
*વિસાવદર તાલુકાના મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી**......*જૂનાગઢ, તા. ૨૯, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવની ભાવના કેળવવાના હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર ગ્રંથો, વેદો તથા મહાકવિઓના પૂજન-અર્ચનથી કરવામાં આવી હતી.સપ્તાહ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભાષણ દિન અને સંસ્કૃત સાહિત્ય દિન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શાળાના સંસ્કૃત કક્ષમાં ઉપલબ્ધ પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓને સંસ્કૃત સાહિત્ય તથા તેની સમૃદ્ધ પરંપરાનો પરિચય કરાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધે અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ સંસ્કૃત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી, સંસ્કૃત કક્ષ સંયોજક જાગૃતિબેન હરિયાણી તથા શિક્ષકગણે માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.