વનરાણી શિશ ઝુકાવી દરગાહ પર સલામી કરતી કેમેરા માં કેદ..
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
મનોરંજન
વનરાણી શિશ ઝુકાવી દરગાહ પર સલામી કરતી કેમેરા માં કેદ..
ગીરગઢડા તાલુકાના ઈટવાયા અને ખિલાવડ ગામ વચ્ચે આવેલી રહીમશા પીરની દરગાહ નજીક વનરાણી ની અનોખી લટાર જોવા મળી હતી.
રોડ પરથી પસાર થતા એક વાહનચાલકની નજર સિંહ પર પડતાં તેણે સમગ્ર દૃશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. વીડિયોમાં સિંહ દરગાહ નજીકથી પસાર થતો જોવા મળે છે અને જાણે માથું ઝુકાવી દરગાહને સલામી આપતો હોય તેવો નજારો
ર્જવા મળ્યો હતો.
ગીર પંથકમાં અવારનવાર સિંહો માનવ વસાહત અને માર્ગો નજીક જોવા મળે છે, પરંતુ દરગાહ નજીક જોવા મળેલા આ અનોખા દૃશ્યએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. વનરાજની આ લટારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.