મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ, કરવાઈ, સરસવા ઉત્તર, મોટીરાઠ, નાનીરાઠ,સરસડી, રોયણીયા જેવા ગામોમાં ખેડુતો માટે ખાતરની અછત વર્તાઈ રહી છે તેવુ વાતાવરણ બનાવી છેલ્લા ૧૦દિવસથી સહકારી એગ્રો સેન્ટર ઉપર બિલકુલ રીતે ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો નથી.જેના કારણે ખેડુતો ખુબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે, આશ્ચર્યજનક બાબત તો એ છે, છેલ્લા દસ દિવસથી સહકારી એગ્રો સેન્ટર ઉપર બિલકુલ રીતે ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો નથી, તો આજ સમય દરમિયાન કાળા બજારમાં પુષ્કળ પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહ્યો છે, તે જથ્થો ક્યાંથી ઉપલબ્ધ થાય છે?કાળા કાળા બજારિયાઓ યુરિયા ખાતરનું વેચાણ કરવાનો પરવાનો કોણે આપ્યો? આવા વિવિધ વિવિધ સવાલો ઉભા રહ્યા છે,તદુપરાંત આ કાળા બજારમાં કાળા બજારિયાઓ ૪૫ કિલોગ્રામની ગુણનો ન્યુનતમ ભાવ ૪૪૦/-થી લઈને પોતાની ઈચ્છા પ્રમાણે વધુમાં વધુ ભાવ લઈ ખેડુતોને ખુલ્લેઆમ લુંટી રહ્યા છે. વધુમાં એગ્રો સેન્ટર ઉપર સહકારી ભાવ ૪૫ કિલોગ્રામની એક ગુણ દીઠ ૨૬૬.૫૦/- રૂપિયા હોય છે, તો તેનો અનાદર કરી કાળાબજારિયા ખેડૂતોની ખુલ્લેઆમ લુંટ કરવા આવી રહી છે.. ખેડૂતોની લુંટ ઉપર અંકુશ લાવવામાં આવે તેવી લાગણીઓ સેવાઈ રહી છે.